Pages

Showing posts with label Project Work. Show all posts
Showing posts with label Project Work. Show all posts

Friday, 20 January 2017

કન્યા વિદાય

વિષય :- કન્યા વિદાય ગીત
સંશોધક :- પરમાર પિયુષા નાગજીભાઈ
ધોરણ :- 8

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણની વાત.

પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સુનકારમાં ડુબે.

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે,
ખડકી પાસે ઉભો રહીને અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.