Pages

Showing posts with label Display Board. Show all posts
Showing posts with label Display Board. Show all posts

Sunday, 26 March 2017

પીઝ્ઝાના એ આઠ ટુકડા

જરુર થી એકવાર તો વાંચજો

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે...

પતિ: કેમ???

પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ??

પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું

પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે?

પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો

પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં???

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું

પતિ:કેમ રહી રજા?

કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને... તહેવાર નું બોનસ

પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને

કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા

પતિ: એમ?? શું કર્યું 500 રૂપિયા નું???

કામવાળી: 

દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો, 

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી, 

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના, 

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો, 

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું, 

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી, 

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો 

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો!!!

પતિ: 500 રૂપિયા માં આટલું બધું???? મન માં જ વિચાર આવવા લાગ્યા....
તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો...

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો. 

પહેલો ટુકડો છોકરા ની શર્ટ નો, 

બીજો ટુકડો દીકરી ની મીઠાઈ નો, 

ત્રીજો મંદિર માં પ્રસાદ નો, 

ચોથો ભાડા નો, 

પાંચમો ઢીંગલી નો, 

છઠ્ઠો બંગડી નો, 

સાતમો જમાઈ ના બેલ્ટ નો 

અને આઠમો બુક-પેન્સિલ નો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી...

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવન નો અર્થ સમજાવી ગયા હતા.
“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

Saturday, 11 March 2017

પિતાનો પ્રેમ અને સમર્પણ

મુંબઇમાં સંયુક્ત પરિવારમાં રહેતા એક દંપતિને ત્યાં દિકરાનો જ્ન્મ થયો. પ્રથમ સંતાનનું આગમન કોઇ પણ પરિવાર માટે હરખનો અવસર હોય પણ આ પરિવાર માટે સંતાનનો જ્ન્મ આફત હતી. જે બાળકનો જ્ન્મ થયો એ બાળકની આંખો ફરતી નહોતી અને ગમે તેમ બોલાવવા છતા એ કોઇ જ પ્રતિભાવ આપતો નહોતો. ડોકટરને બતાવવામાં આવ્યુ ત્યારે ખબર પડી કે બાળક અંધ અને બહેરુ છે. થોડા સમય પછી ખબર પડી કે બાળક માનસિક રીતે વિકલાંગ પણ છે.

આ બાળકને સાચવવું એ પરિવાર માટે મહામુશ્કેલી હતી. ખુદ બાળકને જન્મ આપનારી જનેતા જ 4 વર્ષમાં બાળકથી કંટાળી ગઇ અને બાળકને મુકીને પિયર ચાલી ગઇ. થોડા સમયમાં જ એણે છુટાછેડા પણ લઇ લીધા. બાળકને હવે એના દાદી સાચવતા પણ થોડા સમયમાં દાદીની ધીરજ પણ ખૂટી. છોકરાના પિતાને બીજા લગ્ન કરવા માટે પરિવારના તમામ સભ્યોએ દબાણ કર્યુ પણ પિતાનું મન માનતું નહોતું. ‘જેની સાથે લોહીનો સંબંધ હતો એવી સગી જનેતા જો બાળકને ન સાચવી શકી તો નવી મા તો બાળકને કેમ સાચવે ?’ છોકરાના પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી.

ખરી મુશ્કેલી હવે શરુ થઇ. પરિવારના સભ્યોએ ભાંગી પડેલા પિતાને સહકાર આપવાને બદલે કહ્યુ, “તારે જો બીજા લગ્ન ન કરવા હોય તો આ ઘર છોડવું પડશે અથવા તો દિકરાને કોઇ આશ્રમમાં મુકી આવવો પડશે.” દિકરાને આશ્રમમાં મુકી આવવાની વાત એના પિતાને કોઇ કાળે મંજૂર નહોતી અને બીજા લગ્નબાદ માનો પ્રેમ ન મળે અથવા નવી પત્નિને થનારા સંતાનને કારણે આ દિકરાનું મહત્વ ઘટી જાય એવી દહેશતથી બીજા લગ્ન કરવાની પણ એની તૈયારી નહોતી. છોકરાના પિતાએ એના દિકરા માટે પોતાના પરિવારને છોડી દેવાનો નિર્ણય કર્યો.

પરિવારના સભ્યોની ધમકી મળી કે ‘જો તારે પરિવાર સાથે છેડો ફાડવો હોય તો તને મિલ્કતમાં પણ કોઇ જાતનો ભાગ નહી મળે’. દિકરા માટે પિતાએ મિલ્કતનો ભાગ પણ જતો કર્યો અને મુંબઇ છોડીને વાપીની એક ફેકટરીમાં કામ શરુ કર્યુ. નાના દિકરા માટે પિતાની સાથે-સાથે માતાની તમામ જવાબદારી નીભાવી. દિકરાને સાચવવામાં અને સમજાવવામાં પિતાને ખુબ મુશ્કેલી પડતી હતી પણ હિંમત હાર્યા વગર વિકલાંગ દિકરા માટે જે થાય એ બધુ જ કરતા રહ્યા. દિકરાની સારવાર પાછળ ખુબ મોટો ખર્ચ કર્યો અને દેવુ પણ કર્યુ.

દિકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપી છોડીને એ અમદાવાદમાં આવ્યા. અમદાવાદના અંધજન મંડળના માર્ગદર્શન સાથે હવે દિકરામાં થોડો સુધાર દેખાય છે પણ જેમ જેમ એની ઉંમર વધતી જાય છે તેમ તેમ એનો ગુસ્સો પણ વધતો જાય છે.

1994માં જન્મેલો શ્યામ કારેલિયા આજે 22 વર્ષનો થઇ ગયો છે પરંતું એના પિતા રાજેશભાઇ કારેલિયા માટે આજે પણ એ નાનો બાળક જ છે. રાજેશભાઇએ એના શ્યામ માટે પત્નિ, પરિવાર અને સંપતિ બધુ જ ગુમાવી દીધુ પણ એને એ વાતનો સંતોષ છે કે એણે શ્યામને નથી ગુમાવ્યો. શ્યામ રાજેશભાઇનો શ્વાસ છે અને રાજેશભાઇ એનું કામ કરતા કરતા દિકરાનું ખુબ ધ્યાન રાખે છે.

પિતાના પ્રેમ અને સમર્પણને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે.

આભાર સહ શૈલેષભાઈ સગપરિયાની ફેસબુક વોલ પરથી.

Friday, 10 March 2017

વિચાર કણિકાઓ

👌👌 બદલો લેવા મા શું મજા આવે,
મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો...!!

👌સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય, અને,
કોઈ શક પણ ન હોય.

👌 ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે..

👌ઘણી મેં શોધ કરી 
શ્લોક ને સ્તુતી માં....
પણ
ઇશ્વર આખરે મળ્યો 
સ્નેહ અને સહાનુભુતિમાં. 

👌જ્યારે નાના હતા
ત્યારે મોટી મોટી
વાતોમા તણાઇ ગયા
......... અને ........
જયારે મોટા થયા 
ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઇ ગયા

👌જો "નિભાવવાની" ચાહ 
બંને તરફ હોય તો 
દુનિયાનો કોઈ "સંબંધ" 
ક્યારેય તૂટતો નથી.

👌ડર એ નથી કે.....!!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....!!
ડર તો એનો છે કે.....!!
લોકો હસ્તાં હસ્તાં.... બોલવાનું બંધ કરી નાંખે છે.....!!
*****
તમારા ચહેરા પરનું સ્મિત એ 
કુદરતે તમને આપેલી બક્ષિસ છે.
પણ એ જ સ્મિત જો તમે 
કોઈના ચહેરા પર લાવી શકો 
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.
*****
આકાશમાં ઉડતા એક ફુગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે,
જે બહાર છે તે નહી
પણ જે અંદર છે
તે માણસને ઉપર લઇ જાય છે.
*****
👌👌 
'' જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. '' 👌👌

Thursday, 9 March 2017

સખત મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિ


2006ના વર્ષની આ વાત છે. હું ત્યારે રાજકોટ જીલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ મને નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીનો વધારાનો ચાર્જ આપેલો હતો. 

નિરંતર શિક્ષણ અંતર્ગત ગામડાઓમાં મોટી ઉમરના અભણને લખતા વાંચતા કરવાનો પ્રોજેક્ટ ચાલતો. આ કામ કરવા માટે જે તે ગામના સ્થાનિક રહીશને સરકાર પ્રેરક તરીકે નિમણૂંક આપે મહિને રૂ.700/- (સાતસો) માનદ વેતન આપે. મને નિરંતર શિક્ષણનો ચાર્જ મળ્યા પછી મેં નક્કી કર્યુ કે મારે જિલ્લાના બધા પ્રેરકોને મળીને એની કામગીરીનો રીવ્યુ લેવો છે. આ માટે નજીક નજીકના તાલુકાઓના પ્રેરકોને કોઇ એક તાલુકામાં ભેગા કરીને આખો દિવસ એમની સાથે ગાળતો. 

પડધરી તાલુકામાં આજુ બાજુના તાલુકાઓના પ્રેરકોની બેઠક હતી. આ બેઠકમાં ટંકારા તાલુકામાં પ્રેરક તરીકે ફરજ બજાવતા એક યુવકની મુલાકાત થઇ. મીટીંગ દરમ્યાન નાની નાની બાબતો અંગે પણ એને પ્રશ્ન પુછતા જોઇને મને એને મળવાની ઇચ્છા થઇ એટલે મેં એને કહ્યુ કે મીટીંગ પછી તમે મને વ્યક્તિગત રીતે મળજો. 

મીટીંગ પુરી થયા પછી એ તરવરીયો યુવાન મને મળવા માટે આવ્યો. એનું નામ મુસ્તાક નઝરુદિનભાઇ બાદી.  ટંકારા તાલુકાના ટોળ ગામનો એ રહેવાસી હતો. ટોળમાં જ નિરંતર શિક્ષણમાં પ્રેરક તરીકે 700/- રૂપિયાના પગારથી નોકરી કરતો હતો. એના અભ્યાસ વિષે પુછ્યુ ત્યારે ખબર પડી કે એણે એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. મને આશ્વર્ય થયુ કે એમ.કોમ. ભણેલો છોકરો મહિને માત્ર 700 રૂપિયાના પગારમાં નોકરી કરે. મેં એની સાથે વધુ વાતો કરી એટલે ખબર પડી કે એ ગામના વિદ્યાર્થીઓને ટ્યુશન પણ આપે છે અને મહિને 1500/- ટ્યુશનના મળી રહે છે. 

"મહિનાના 2200/- રૂપિયાની કમાણીથી ઘર કેવી રીતે ચાલે ?" આવા પ્રશ્નના જવાબમાં મુસ્તાકે કહ્યુ, "સાહેબ, અમારી જરૂરીયાતો જ ઓછી છે. અમારો પરિવાર આર્થિક રીતે ખુબ પછાત છે. મમ્મી મજૂરી કામ કરે અને મોટો ભાઇ નાના મોટા કામ કરે એની સામે મારી 2200 રૂપિયાની કમાણી સારી ગણાય." 

મેં પુછ્યુ, " બસ, આટલાથી જ સંતોષ માની લેવો છે ?" મારી સામે જોઇને મને કહે, "ના, બીલકુલ નહી. મારે પણ તમારી જેમ અધિકારી બનવુ છે." મને એનો આત્મવિશ્વાસ સ્પર્શી ગયો. મેં એને કહ્યુ કે તારે કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને કહેજે.  ગૌરવ સાથે મને કહે, "સાહેબ, મેં જીપીએસસી દ્વારા લેવાયેલી હિસાબી અધિકારી માટેની પ્રાથમિક કસોટી તો પાસ પણ કરી લીધી છે." મને ખુબ ગમ્યુ. છોકરો ખૂબ પ્રતિભાવંત લાગ્યો. આગળની તૈયારી માટે મારી કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને વિના સંકોચે મળવાનું કહ્યુ.

થોડા દિવસ પછી આ છોકરો જિલ્લા પંચાયતમાં મને મળવા માટે આવ્યો. સાથે પ્રશ્નોનું લાંબુ લીસ્ટ લાવેલો. એક પછી એક પ્રશ્ન પુછતો જાય અને હું એને જવાબ આપતો જાવ. જ્યાં સંતોષ ન થાય ત્યાં સામી દલીલ પણ કરે. છોકરાની તૈયારી જોતા મને પૂર્ણ વિશ્વાસ હતો કે આ છોકરો સરકારી અધિકારી બનશે. એની મહેનત જ એવી હતી. હિસાબી અધિકારીની પરીક્ષાનું ફાઇનલ પરીણામ આવ્યુ અને મુસ્તાક બાદી હિસાબી અધિકારી તરીકે પસંદ પણ થઇ ગયો.

મુસ્તાક અત્યારે ગુજરાત સરકારનો નાણા વિભાગનો ક્લાસ-1 અધિકારી છે અને જામનગરની જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મહિને 700/-ના સરકારી પગારમાં કામ કરનારો મુસ્તાક અત્યારે 67000/-નો પગાર મેળવે છે. જેના મમ્મી એક સમજે બીજાના ખેતરમાં મજૂરી કરવા જતા હતા અને બીજાના ઘરના કામ કરવા જતા હતા પણ એ માતાએ દિકરાને મજૂરી કરીને ભણાવ્યો તો એના એ  દિકરાએ આજે  હિસાબી અધિકારી તરીકે જિલ્લા પંચાયત જામનગરનું રૂપિયા 202 કરોડનું બજેટ તૈયાર કર્યુ અને જિલ્લા પંચાયતે મંજૂર કર્યુ. 

મુસ્તાકે મને એક ખુબ સરસ વાત કરી હતી. 'નદીનો પ્રવાહ વચ્ચે આવતા પથ્થરોની ફરીયાદો નથી કરતો, એ પથ્થરોને ઓળંગીને આગળ નીકળી જાય છે એમ આપણે પણ જીવનમાં આવતી સમસ્યાઓ અંગે ફરીયાદ કરવાને બદલે જો મજબુત મનોબળ હોય તોએને ઓળંગીને આગળ વધી શકીએ. નદીના માર્ગમાં રહેલા પથ્થરોને કારણે જ સંગીત ઉત્પન થાય છે તેમ જીવનમાં આવતી અડચણોથી જ જીવનસંગીત પેદા થાય છે.

મિત્રો, મુસ્તાક બાદીએ સખત પુરુષાર્થ અને હકારાત્મકતાના સથવારે એની જાતને સામાન્યમાંથી વિશીષ્ટ બનાવી એમ આપણે પણ કરી શકીએ. જાત પર વિશ્વાસ રાખો અને સખત મહેનત કરો.
આભાર સહ શ્રી શૈલેષભાઈ સગપરિયાની ફેસબુક વોલ પરથી.

Wednesday, 8 March 2017

વિશ્વ મહિલા દિન

👉 આજે ૮ મી માર્ચ છે, એટલે કે વિશ્વ મહિલા દિન છે.

તો વિશ્વમાં દરેક વ્યક્તિના જીવનમાં સ્ત્રીનું આગવું મહત્વ હોય છે તો ચાલો જોઈએ આપણા જીવનમાં સ્ત્રીનું મહત્વ કેટલું છે :

જયારે હું જન્મ્યો, મારી સંભાળ લેનાર કોઈ સ્ત્રી હતી. – “માં”

જેમ હું મોટો થયો, મારી સાથે રમનાર, હસનાર, ધીંગા-મસ્તી કરનાર, નાની નાની વાતોની કાળજી કરનાર, કોઈ સ્ત્રી હતી. – “બહેન”

જયારે હું શાળાએ ગયો, બાલ મંદિરમાં મારો હાથ પકડીને એકડો ઘુંટાવનાર કોઈ સ્ત્રી હતી. – “શિક્ષક”

જયારે જીવનમાં એકલાપણું સાલવા લાગ્યું, મારે પણ કોઈ જીવનસાથી હોય તો??

જે મને પ્રેમ કરે અને મારા જીવનમાં ખુશીના રંગો પૂરે એવું લાગવા લાગ્યું ત્યારે પણ તે રંગ પૂરનાર કોઈ સ્ત્રી હતી. – “પત્ની”

જયારે ધંધા, નોકરીનાં ટેન્શનથી ગુસ્સે થઇ જતો ત્યારે મને શાંત કરી દિલાસો આપનાર કોઈ સ્ત્રી હતી. – “પુત્રી”

જયારે મારું મૃત્યુ થશે, ત્યારે પણ મને તેના ઉદરમાં સમાવનાર કોઈ સ્ત્રી હશે. – “માં ભોમ, માતૃભૂમિ”

દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ પણ જો આટલું વિચારશે,
તો તેના દિલમાં પણ સાતમે પડદે એક વાર તો “સ્ત્રી” તરફ આદરભાવ નિર્માણ થશે જ.
જો તમે પુરુષ હો તો દરેક સ્ત્રીને આદર અને સન્માન આપજો.
જો તમે સ્ત્રી હો તો તમે તમારી જાતનુ ગૌરવ કરજો.

Tuesday, 7 March 2017

પરિક્ષા પત્ર

સિંગાપુરની એક સ્કુલના પ્રીંસીપાલે પરિક્ષા પહેલા બાળકોના વાલીઓને એક પત્ર લખ્યો.
આદરણિય વાલીશ્રીઓ ,
તમારા બાળકોની પરિક્ષા શરૂ થવામાં છે. મને ખબર છે કે તમે બધા જ તમારા બાળકો પરિક્ષામાં સારૂ પરિણામ લાવે તે માટે ચીંતાગ્રસ્ત છો.
પરંતુ એક વાત યાદ રાખજો કે જે બાળકો પરિક્ષામાં બેસવાના છે તે બધામાં કઈંને કઈં અલગ ખાસિયતો ભરેલી છે.
આ બાળકોમાં કોઇ કલાકાર છે જેને ગણીતનાં દાખલા આવડવાની જરૂરત નથી.
આ બાળકોમાં કોઇ ઉધ્યોગપતિ થવા સર્જાયેલ છે જેની ઇંગલીશ લીટરેચર કે મોગલ કાળનો ઇતિહાસ જાણવાની જરૂર નથી...
આ બાળકોમાં કોઇ સંગીતકાર પણ છે જેને રસાયણશાસ્ત્ર વિષેની સમજણ બીનજરૂરી છે.
આ બાળકોમાં કોઇ એથેલેટ છે જેને પોતાની ફીજીકલ ફીટનીશની ચીંતા ફીઝીકસ કરતાં વધારે છે..
જો તમારૂ બાળક ખુબ સારા માર્ક લાવે તો તે ધણી સારી વાત છે પરંતુ  જો ના લાવી શકે તો તેનો આત્મવિશ્વાસ અને તેનુ સ્વમાન તે ગુમાવી દે તેવું કરશો નહીં, તેમને કહો કોઇ વાંધો નહી આ તો એક પ્રકારની પરિક્ષા છે જે પહેલી અને છેલ્લી નથી,તારે તો ભવિશ્યમાં ઘણુ બધું કરવાનું છે, આમ કહો અને કહેતી વખતે તેમના ચહેરાને નિહાળો જેમાં તમને તમારા બાળકના ચહેરા ઉપર વિજયી સ્મીત દેખાશે.
એક પરિક્ષા અથવા ઓછા માર્ક આવવા તે તેના સ્વપ્ન્નાને ચુર કરવા માટે કે તેની આવડતને નિમ્ન્ન આંકવા માટે પુરતા નથી.
અને એવું જરા પણ માનતા નહીં કે આ દુનિયામાં ડોકટરો અને એંજીનિયરો જ માત્ર સુખી છે ,  તેના કરતાં પણ અન્ય લોકો ધણા સુખી છે તે આપણે અનુભવી શકીએ છીએ...
સ્નેહાધિન ‘
પ્રિંસીપાલ.

Monday, 6 March 2017

ધન્ય ધરા ગુજરાત છે

ગુજરાત સ્થાપનાદિન નાં રોજ લખાયેલ ગીત.

જ્યાં મેઘાણીના ગીત છે,
જ્યાં ગાંધીજીની પ્રીત છે,
સંસ્કારોની અમીરાત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

લોખંડી વીર વલ્લભ છે,
જેના દર્શન કરવા દુર્લભ છે,
જ્યાં નરસિહ, નર્મદ કાન્ત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં નર્મદા તાપી સધ્ધર છે,
જ્યાં મચ્છુ ઘેલો ભાદર છે,
અરે સાબરમતી જ્યાં શાંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં દ્વારકા સોમનાથ અંબાજી,
જ્યાં પાવાગઢ વીરપુર શામળાજી,
જ્યાં ગીરનાર નો ખોળો અનંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં રાસ ગરબાની રમઝટ છે,
જ્યાં ભજન દુહાની દાવત છે,
જ્યાં હાલરડામાં હેત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

આ રત્નો કેરી ખાણ છે,
ભારતની પહેચાન છે,
'આનંદ' ઈશ્વરનું ગીત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે. 
                     - પ્રતિક વાળા 'આનંદ'

Saturday, 4 March 2017

મારી નજરે કૃષ્ણ

શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી . પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો તેઓ રણ છોડી ભાગી પણ ગયા હતા,

પણ મારા જીવન માં આટલી બધી તકલીફો કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની
જન્મકુંડળી બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,

ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે કસે ચાલવા ની માનતા કરી, કે કોઈ માતાજી ના ભુવા પાસે દાણા જોવડાવ્યા,

તમે પણ વિચાર જો જરાક,

તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.

યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા, ત્યારે ભગવાન શ્રી કુષ્ણ એ ના તો અર્જુન ના જન્માક્ષર જોયા, ના તો તેને કોઈ દોરો કે તાવીજ તેને આપ્યા, આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું,

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

બાકી શ્રી કુષ્ણ ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા.

તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણ ને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ

તારી તકલીફો ને હું હળવી કરી નાખીશ અને તને માર્ગદર્શન પણ આપીશ,

કદાચ આજ ગીતા નો સહુથી સંક્ષિપ્ત સાર છે.

જયારે તમે કોઈ ભગવાન ના દર્શને જાવ તો ભગવાન ને એટલું જરૂર કહેજોં ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો,

નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો,

ભગવાન આપની પાસે ઉપવાસ નથી માંગતા. નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ,

ભગવાન માંગે છે તો તમારું કર્મ,

માટે કર્મ કરતા રહેવું.

🌹
जय श्री कृष्ण

Friday, 3 March 2017

તારક મહેતા

જન્મની વિગત ૨૬ ડિસેમ્બર ૧૯૨૯
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ૧ માર્ચ, ૨૦૧૭ (૮૭ વર્ષ)
રાષ્ટ્રીયતા ભારતીય
નાગરીકતા ભારતીય
અભ્યાસ બી.એ., એમ.એ.
વ્યવસાય અધિકારી, લેખક

તારક જનુભાઈ મહેતા ‍‍(૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

વ્યવસાય :-

૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી રહ્યા. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.

સાહિત્ય :-

એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા :-

હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે. પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.

અંગત જીવન :-

તારક મહેતા ૨૦૦૦ની સાલ બાદ અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.

પારિતોષિક :-

તારકભાઈને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Thursday, 2 March 2017

मुक्ति का मार्ग

महात्मा बुद्ध के समय की बात है। उन दिनों मृत्यु के पश्चात आत्मा को मुक्ति प्रदान कराने के लिए कुछ विशेष कर्मकांड कराये जाते थे। 
होता ये था कि एक घड़े में कुछ छोटे-छोटे पत्थर डाल दिए जाते और पूजा-हवन इत्यादि करने के बाद उस पर किसी धातु से चोट की जाती, अगर घड़ा फूट जाता और पत्थर निकल जाते तो उसे इस बात का संकेत समझा जाता कि आत्मा अपने पाप से मुक्त हो गयी है और उसे सद्गति प्राप्त हो गई है ।

चूँकि घड़ा मिटटी का होता था इसलिए इस प्रक्रिया में हमेशा ही घड़ा फूट जाता और ऐसा मान लिया जाता कि आत्मा को मुक्ति प्राप्त हो गई और ऐसा कराने के बदले में खूब दान-दक्षिणा लेते।

अपने पिता की मृत्यु के बाद एक युवक ने सोचा क्यों न आत्मा-शुद्धि के लिए महात्मा बुद्ध की मदद ली जाए, वे अवश्य ही आत्मा को मुक्ति दिलाने का कोई और बेहतर और निश्चित रास्ता जानते होंगे। इसी सोच के साथ वो महात्मा बुद्ध के समक्ष पहुंचा।

“हे महात्मन! मेरे पिता जी नहीं रहे, कृपया आप कोई ऐसा उपाय बताएं कि यह सुनिश्चित हो सके कि उनकी आत्मा को स्वर्ग में ही स्थान मिले।”,  युवक बोला।

बुद्ध बोले, “ठीक है, जैसा मैं कहता हूँ वैसा करना…तुम उन पंडितों से दो घड़े लेकर आना। एक में पत्थर और दूसरे में घी भर देना। दोनों घड़ों को नदी पर लेकर जाना और उन्हें इतना डुबोना कि बस उनका उपारी भाग ही दिखे। उसके बाद पंडितों ने जो मन्त्र तुम्हे सिखाये हैं उन्हें जोर-जोर से बोलना और अंत में धातु से बनी हथौड़ी से उनपर नीचे से चोट करना। और ये सब करने के बाद मुझे बताना कि क्या देखा?”

युवक बहुत खुश था | उसे लगा कि बुद्ध द्वारा बताई गयी इस प्रक्रिया से निश्चित ही उसके पिता के सब पाप काट जायेंगे और उनकी आत्मा को स्वर्ग की प्राप्ति होगी।
अगले दिन युवक ने ठीक वैसा ही किया और सब करने के बाद वह बुद्ध के समक्ष उपस्थित हुआ।

“आओ पुत्र, बताओ तुमने क्या देखा?”, बुद्ध ने पूछा।

युवक बोला, “ मैंने आपके कहे अनुसार पत्थर और घी से भरे घड़ों को पानी में डाल कर चोट की। जैसे ही मैंने पत्थर वाले घड़े पर प्रहार किया घड़ा टूट गया और पत्थर पानी में डूब गए। उसके बाद मैंने घी वाले घड़े पर वार किया, वह घड़ा भी तत्काल फूट गया और घी नदी के बहाव की दिशा में बहने लगा। ”

बुद्ध बोले, “ठीक है ! अब जाओ और उन पंडितों से कहो कि कोई ऐसी पूजा, यज्ञ, इत्यादि करें कि वे पत्थर पानी के ऊपर तैरने लगें और घी नदी की सतह पर जाकर बैठ जाए। ”

युवक हैरान होते हुए बोला, “ आप कैसी बात करते हैं? पंडित चाहे कितनी भी पूजा करे लें पत्थर कभी पानी पे नहीं तैर सकता और घी कभी नदी की सतह पर जाकर नहीं बैठ सकता!”

बुद्ध बोले “ बिलकुल सही, और ठीक ऐसा ही तुम्हारे पिताजी के साथ है। उन्होंने अपने जीवन में जो भी अच्छे कर्म किये हैं वो उन्हें स्वर्ग की तरफ उठाएंगे और जो भी बुरे कर्म किये हैं वे उन्हें नरक की और खीचेंगे। और तुम चाहे जितनी भी पूजा करा लो, कर्मकाण्ड करा लो… तुम उनके कर्मफल को रत्ती भर भी नहीं बदल सकते। ”

युवक बुद्ध की बात समझ चुका था कि मृत्यु के पश्चात सद्गति का सिर्फ एक ही मार्ग है और वो है जीवित रहते हुए अच्छे कर्म करना।

नमौ बुध्दाय

Wednesday, 1 March 2017

બા ફળિયું વાળે છે

બા ફળિયું વાળે છે........
કાગળ ના સુક્કા કચરાની સાથે, સુક્કા સગપણો બાળે છે,
બા ફળિયું વાળે છે.

આખું ફળિયું બા થી ભરચક, પણ ઘર તો બાનું ખાલી,
બા ની સાથે ઉભી રહે છે, હવે એકલતા બા ને ઝાલી.
ફળિયા માં વેરાયેલ વ્હાલને,બા સૂપડા ના ખોળા માં ઢાળે છે,
બા ફળિયું વાળે છે. 

રોજ સવારે રસોડે જઈ ને, બા જતી ઝીંદગી ને ચાખે,
કડવી દવા જેવી આબોહવા માં, બા કેટલી સાકર નાંખે?
ઘરના ઉંબરે ઉભા રહીને બા, ડેલીએ ઈશ્વરને ભાળે છે,
બા ફળિયું વાળે છે.

ફળિયામાં એકેય રંગોળી નહિ, ને ઘરની દીવાલો ધોળી,
બા ના દિવસો લાંબા થાય , ને રાતો થઇ જાય પહોળી.
કોડિયા માં ઓલવાતા દિવડાની જેમ, નિજ દિવાળી ગાળે છે,
બા ફળિયું વાળે છે.

બા નો ફોન ચૂપચાપ સુવે, ને ઘર આખામાં સન્નાટો જાગે, 
સાઈકલ લઇ ને આવે ટપાલી, બાને એવા ભણકારા વાગે. 
પોતાની જાત ને લખીને ચિઠ્ઠી, બા કાગળ ને પંપાળે છે,
બા ફળિયું વાળે છે.

-ડો.નિમિત

Tuesday, 28 February 2017

अंतिम यात्रा

किसी शायर ने अपनी अंतिम यात्रा
का क्या खूब वर्णन किया है.....

था मैं नींद में और
मुझे इतना
सजाया जा रहा था....

बड़े प्यार से
मुझे नहलाया जा रहा
था....

ना जाने
था वो कौन सा अजब खेल
मेरे घर
में....

बच्चो की तरह मुझे
कंधे पर उठाया जा रहा
था....

था पास मेरा हर अपना
उस
वक़्त....

फिर भी मैं हर किसी के
मन
से
भुलाया जा रहा था...

जो कभी देखते
भी न थे मोहब्बत की
निगाहों
से....

उनके दिल से भी प्यार मुझ
पर
लुटाया जा रहा था...

मालूम नही क्यों
हैरान था हर कोई मुझे
सोते
हुए
देख कर....

जोर-जोर से रोकर मुझे
जगाया जा रहा था...

काँप उठी
मेरी रूह वो मंज़र
देख
कर....
.
जहाँ मुझे हमेशा के
लिए
सुलाया जा रहा था....
.
मोहब्बत की
इन्तहा थी जिन दिलों में
मेरे
लिए....
.
उन्हीं दिलों के हाथों,
आज मैं दफनाया जा रहा था!!!

 🍁🍂🍁🍂🍁🍂🍁🍂
    👌 लाजवाब लाईनें👌
🍁🍂🍁🍂🍁🍂🍁🍂

मिली थी जिन्दगी
      किसी के 'काम' आने के लिए..

           पर वक्त बीत रहा है
     कागज के टुकड़े कमाने के लिए..                        
   क्या करोगे इतना पैसा कमा कर..?
 ना कफन मे 'जेब' है ना कब्र मे 'अलमारी..'

       और ये मौत के फ़रिश्ते तो 
           'रिश्वत' भी नही लेते... 

Monday, 27 February 2017

બચત મોટો ભાઈ

*👴વાણીયા*: કેમ, તમે કંઇ બચત નથી કરી ? 

*👱પટેલ*: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

*👴વાણીયા*: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ? 

*👱પટેલ* : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય. 

*👴 વાણીયા* : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે. 

*👱પટેલ*:  લે એ કેવી રીતે ? 

*👴 વાણીયા:* જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. 

☝પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75/-ને બદલે 65/- રૂપિયામાં નોકરી મળી હોતતો તું એ નોકરી સ્વિકારત કે નહી? 

👴મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10%ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે તને ગમતી જગ્યાઅે ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવા ની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી. 
તને ગમતી જગ્યાઅે ખાત માં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ ખાતા માં છે. 

*👱પટેલ* :પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

*👴 વાણીયા*: મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે.મેં મહીને માત્ર 10/- રૂપિયા ની બચત થી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચત ની રકમ પણ વધતી ગઇ.મેં 35વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. 

☝આ 96 લાખનું મને દર મહીને 60000/- વ્યાજ મળે છે .જેમાંથી 30000/- મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું મને ગમતી જગ્યાઅે ખાતુ 
ખોલાવી ને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000/- દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે. 

*👱પટેલ*: ઓહો..�આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા 👮દિકરાની વહુ 👸હથેળીમાં જ રાખે ને..? પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને 👸વહુ પાછા પૈસા આપે ? 

*👴 વાણીયા* : વહુ પાસે માંગવા ની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000/- પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000/-ઉપાડીને મારાપૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ.

👴પેન્શનમાંથી બાકીના જે 15000/- વધે એ ઉપાડીને તેની FD કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું .FD કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે..?

*👱પટેલ* : 👌વાહ , તમારુ કહેવું પડે હો..?
તમે પાક્કા વાણીયા છો...😂 ☝તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ. 

મિત્રો, બચતનું મહત્વ સમજી ને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ. આપ પણ યાદ કરશો..

સફળ જીવન જીવવા વાણિયા બુધ્ધિ રાખો.... 

Saturday, 25 February 2017

આપણું અચરજ

 = આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.

 = આપણે દીકરીના ભણતરથી વધારે ખર્ચો એના લગ્નમાં કરીએ છીએ.

 = આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે,
 પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

 = અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.

 = હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

 = અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

 = ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.

 =જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમમાં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.

 = મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખમાં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

 =કોઈ હિરોઈનના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, 
જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.

 ...પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી...

Thursday, 23 February 2017

કન્યા વિદાય ગીત

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
- કવિ દાદ

Wednesday, 22 February 2017

'કાગ'ની પુણ્યતિથિ

પદ્મશ્રી દુલા ભાયા કાગ
આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ( અવસાન – 22-2-1977) ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?
ગુજરાતનું ગૌરવ છો ! કવિ કાગ તો ગુજરાતના પ્રાણ ….. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ……. એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે………..નોખા તારિ આવે એવા સાહિત્યકાર.

ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.

માં વિશેની તેમની કેટલીક રચનાઓમાંથી લેવામાં આવેલા આ દુહા તેમના માતૃપ્રેમને સહજ રીતે ખૂબજ ભાવપૂર્વક કહી જાય છે.

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;
માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;
માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

જમ જડાફા ખાય, મોતે નાળ્યું માંડીયું;
છોરૂની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

ધમણે શ્વાસ ધમાય, ઘટડામાં ઘોડાં ફરે;
છોરુની ચિંતા થાય, કેમ વીસરીએ કાગડા ?

કીધા ન જીભે કેણ, નાડ્યું ઝોંટાણાં લગી;
ન કર્યા દુ:ખડા નેણ, કેમ વીસરીએ કાગડા ?

આખર એક જતાં, કોડ્યું ન આખર કામના,
મોઢે બોલું ‘માં’, કોઠાને ટાઢક કાગડા !

મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;
મોટપની મજા, મને કડવી લાગે કાગડા !

અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, કાળજ સળગે કાગડા !

ભગવત તો ભજતાં, માહેશ્વર આવી મળે;
મળે ન એક જ માં, કોઇ ઉપાયે કાગડા !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયાં;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા !

જનની કેરું જોર, રાઘવને રે’તું સદા;
માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

મોટાં કરીને માં, ખોળેથી ખસતાં કર્યાં;
ખોળે ખેલવવાં, કરને બાળક, કાગડા !

સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી;
તારો તુંકારો, ક્યાંય ન મળે કાગડા !

Tuesday, 21 February 2017

ભગવાનને પત્ર

એક નાના છોકરાએ ભગવાનને પોતાની હાલત કહી ભોઠા પાડી દીધા...

પ્રતિ શ્રી,
ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા,
શંખચક્રવાળા,
સ્વર્ગ લોક, નર્કની સામે, વાદળાની વચ્ચે,
મુ. આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે. હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે. ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...

પ્રશ્ન ૧. હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ??

પ્રશ્ન ૨. તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ??

પ્રશ્ન ૩. મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું??

પ્રશ્ન ૪. તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી??

પ્રશ્ન ૫. તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?

શક્ય હોય તો ભગવાન આ પાંચેય સવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે, ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે. પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ...

લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્..!!

સાર :- 
જો તમને દાન કરવા ની ઇછા હોય તો મંદિર મા દાન પેટી મા નાખવા ને બદલે એક ગરીબ ને ભણવા મા મદદ કરજો અનેરો આનંદ મલશે..જય ભારત સાથે આપણા ભારત ના વિકાસ મા એક ધકકો લગાવિ

Monday, 20 February 2017

सकारात्मक मातापिता की शक्ति

थॉमस एल्वा एडिसन प्राइमरी स्कूल में पढते थे. एक दिन स्कूल से घर आये और माँ को एक कागज देकर कहा, टीचर ने दिया है.
उस कागज को पढ़कर माँ की आँखों में आंसू आ गए. एडिसन ने पूछा क्या लिखा है? आंसू पोंछकर माँ ने कहा- इसमें लिखा है-
"आपका बच्चा जीनियस है. हमारा स्कूल छोटे स्तर का है और शिक्षक बहुत प्रशिक्षित नहीं हैं, इसे आप स्वयं शिक्षा दें."
कई वर्षों बाद माँ गुजर गई. तब तक एडिसन प्रसिद्ध वैज्ञानिक बन चुके थे.
एक दिन एडिसन को अलमारी के कोने में एक कागज का टुकड़ा मिला, उन्होंने उत्सुकतावश उसे खोलकर पढा, ये वही कागज था, जो टीचर ने दिया था जिसमें लिखा था- *"आपका बच्चा बौद्धिक तौर पर कमजोर है, उसे स्कूल न भेजें."* 
एडिसन घंटो रोते रहे....

फिर अपनी डायरी में लिखा- 
✍ " एक *महान माँ* ने बौद्धिक तौर पर कमजोर बच्चे को सदी का महान वैज्ञानिक बना दिया."

*यही सकारात्मकता माता-पिता की शक्ति है*

💡💡💡💡💡💡💡💡💡💡

Friday, 17 February 2017

જીવનની 32 જડીબુટ્ટી

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે
એકાંતમાં બેસો.

3. દરરોજ 7 કલાક ઊંધો.

4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં.

5. નવી રમતો શિખો / રમો ..

6. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

7. પ્રાર્થના માટે સમય ફાળવો.

8. 70 થી વધારે ઉંમરના અને 7 થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

9. જાગતાં સપનાં જુઓ.

10 .. પ્લાન્ટ (ફેકટરી) માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ (છોડ) માં ઊગેલી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

11. પુષ્કળ પાણી પીઓ

12. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

13. ચર્ચા / નિંદા / કુથલીમાં સમય ન બગાડો.

14. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /
પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

15. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!

16. દરેક દલીલની સામે જીતી શકવાના નથી,
મતભેદ સ્વિકારી લો.

17. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ /
પત્નીની સરખામણી.

18. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

19. દરેકને (બિનશરતી) માફી બક્ષો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્

20. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.
ભગવાન સૌનું ભલું કરશે.

21. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,
બદલાશે જરૂર.

22. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ
તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે
મિત્રોના સંપર્કમાં રહો.

23. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે
તેવી વસ્તુઓથી દૂર રહો.

24. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

25. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

26. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

27. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

28. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.

29. નસીબથી મળી છે જીંદગી તો એને
જીવી જાણો.

30. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.

31. બીજા નું માપ કાઢશો નહિ

32. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો.

Thursday, 16 February 2017

डॉ. कलाम का शिक्षक प्रेम

✍🙏🏻 एपीजे अब्दुल कलाम साहब का नाम जब भारत के राष्ट्रपति पद के लिए चुना गया और उनके शपथ ग्रहण की तिथि तय हो गई तो प्रोटोकाल व व्यवस्था में लगे एक अधिकारी ने उनसे पूछा- सर, आपके शपथ ग्रहण समारोह में आपके परिवार और मित्रों में से किन किन को बुलाना है, लिखवाइये।
कलाम साहब बोले-  "नाम तो याद नहीं है पर जिन जिन शिक्षकों ने मुझे प्राथमिक कक्षाओं में पढाया है उन सभी को ससम्मान समारोह में बुलाया जाये।" फिर क्या था कलाम साहब जिस स्कूल में पढे वहां का रिकार्ड ढूंढा गया। शिक्षकों की खोज की गई और जो जीवित थे उन्हें सम्बन्धित जिला कलेक्टर ने विशेष हेलिकाप्टर अथवा वायुयान से उन्हें दिल्ली पहुंचाया और उन शिक्षकों के निजी सहायक के रूप में सम्बन्धित जिला कलेक्टर स्वयं साथ रहे। किसी देश का बौद्धिक विकास उस देश के योग्य शिक्षकों पर निर्भर करता है। वह शिक्षक वर्ग ही है जो समाज को परिवर्तित करने का हुनर रखता है।
🌹 *शिक्षकों को समर्पित* 🌹