Pages

Saturday, 25 February 2017

આપણું અચરજ

 = આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.

 = આપણે દીકરીના ભણતરથી વધારે ખર્ચો એના લગ્નમાં કરીએ છીએ.

 = આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે,
 પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

 = અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.

 = હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

 = અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

 = ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.

 =જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમમાં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.

 = મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખમાં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

 =કોઈ હિરોઈનના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, 
જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.

 ...પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી...

No comments:

Post a Comment