બા ફળિયું વાળે છે........
કાગળ ના સુક્કા કચરાની સાથે, સુક્કા સગપણો બાળે છે,
બા ફળિયું વાળે છે.
આખું ફળિયું બા થી ભરચક, પણ ઘર તો બાનું ખાલી,
બા ની સાથે ઉભી રહે છે, હવે એકલતા બા ને ઝાલી.
ફળિયા માં વેરાયેલ વ્હાલને,બા સૂપડા ના ખોળા માં ઢાળે છે,
બા ફળિયું વાળે છે.
રોજ સવારે રસોડે જઈ ને, બા જતી ઝીંદગી ને ચાખે,
કડવી દવા જેવી આબોહવા માં, બા કેટલી સાકર નાંખે?
ઘરના ઉંબરે ઉભા રહીને બા, ડેલીએ ઈશ્વરને ભાળે છે,
બા ફળિયું વાળે છે.
ફળિયામાં એકેય રંગોળી નહિ, ને ઘરની દીવાલો ધોળી,
બા ના દિવસો લાંબા થાય , ને રાતો થઇ જાય પહોળી.
કોડિયા માં ઓલવાતા દિવડાની જેમ, નિજ દિવાળી ગાળે છે,
બા ફળિયું વાળે છે.
બા નો ફોન ચૂપચાપ સુવે, ને ઘર આખામાં સન્નાટો જાગે,
સાઈકલ લઇ ને આવે ટપાલી, બાને એવા ભણકારા વાગે.
પોતાની જાત ને લખીને ચિઠ્ઠી, બા કાગળ ને પંપાળે છે,
બા ફળિયું વાળે છે.
-ડો.નિમિત

No comments:
Post a Comment