Pages

Friday, 10 March 2017

વિચાર કણિકાઓ

👌👌 બદલો લેવા મા શું મજા આવે,
મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો...!!

👌સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય, અને,
કોઈ શક પણ ન હોય.

👌 ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે..

👌ઘણી મેં શોધ કરી 
શ્લોક ને સ્તુતી માં....
પણ
ઇશ્વર આખરે મળ્યો 
સ્નેહ અને સહાનુભુતિમાં. 

👌જ્યારે નાના હતા
ત્યારે મોટી મોટી
વાતોમા તણાઇ ગયા
......... અને ........
જયારે મોટા થયા 
ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઇ ગયા

👌જો "નિભાવવાની" ચાહ 
બંને તરફ હોય તો 
દુનિયાનો કોઈ "સંબંધ" 
ક્યારેય તૂટતો નથી.

👌ડર એ નથી કે.....!!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....!!
ડર તો એનો છે કે.....!!
લોકો હસ્તાં હસ્તાં.... બોલવાનું બંધ કરી નાંખે છે.....!!
*****
તમારા ચહેરા પરનું સ્મિત એ 
કુદરતે તમને આપેલી બક્ષિસ છે.
પણ એ જ સ્મિત જો તમે 
કોઈના ચહેરા પર લાવી શકો 
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.
*****
આકાશમાં ઉડતા એક ફુગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે,
જે બહાર છે તે નહી
પણ જે અંદર છે
તે માણસને ઉપર લઇ જાય છે.
*****
👌👌 
'' જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. '' 👌👌

No comments:

Post a Comment