Pages

Saturday, 3 February 2018

7. 2. Guj. 16. Sinh ni Dosti

7. 2. ગુજરાતી 16. સિંહની દોસ્તી

1. માત્રાવાળા ક્યા ગામના હતા ?
A. જૂનાગઢ
B. સાસણગીર
C. મોણપરી
D.સોરઠ
જ. C

2. સિંહ ગામ છોડીને જતો રહ્યો; કારણ કે. ....
A. દરબારનું મૃત્યુ થયું હતું.
B. ગામલોકો પરેશાન કરતા હતા.
C. ગામમાં શિકાર મળતો નહોતો.
D. મગરનો શિકાર કરવા માટે ગયો હતો.
જ. A

3. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કર્યા પછી સિંહ ક્યાં ચાલ્યોગયો ?
A. જંગલ તરફ
B. નગર તરફ
C. ગામ તરફ
D. શહેર તરફ
જ. A

4. સિંહ અને મગરનું યુદ્ધ કેટલા કલાક સુધી ચાલ્યું હતું ?
A. ચાર
B. એક
C. બે
D. ત્રણ
જ. B

5. દરબાર ક્યાં ઢોલિયો ઢાળીને સૂતો હતો ?
A. ઘરમાં
B. ફળિયામાં
C. વાડામાં
D. જંગલમાં
જ. B

6. નીચે આપેલા શબ્દોમાંથી ક્યો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે ત્રીજો આવે છે ?
A. સોરઠ
B. પાદર
C. ઉપકાર
D. સંસ્કાર
જ. D

7. સિંહ રાતે ક્યાં સૂતો હતો ?
A. ઘરની અંદર
B. ઢોલિયાની ઉપર
C. ઢોલિયાની નીચે
D. ઘરની નીચે
જ. C

8. "જાનની બાજી લગાવવી" - રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
A. જાન જોખમમાં મૂકીને કામ કરવું.
B. સરળ જીવન માટે કામ કરવું
C. કઠિન જીવન માટે કામ કરવું
D. જીવ બચાવવાની યુક્તિ કરવી.
જ. A

9. "સિંહની દોસ્તી" પાઠના લેખક કોણ છે ?
A. ભાણભાઈ ગીડા
B. ચંદ્રકાંત મહેતા
C. ચંદ્રવદન મહેતા
D. દાદાભાઈ ગીડા
જ. A

10. નદીના વાંસજાળ પાણીમાં કોણ શેલારા મારે છે ?
A. મગર
B. કમળ
C. કાદવ
D. સિંહ
જ. A

11.  'અરે', 'ઓહ', 'વાહ', 'ઓહોહો' વગેરે ઉદ્ગારસૂચક શબ્દોનો ઉપયોગ થાય છે....
A. પ્રશ્નવાકયોની રચના કરવા માટે
B. ઉદ્ગારવાક્યોની રચના કરવા માટે
C. વિધાનવાક્યોની રચના કરવા માટે
D. મિશ્ર-સંકુલ વાક્યોની રચના કરવા માટે
જ. B

12. મગર નદીના પાણીમાં કોને ખેંચી ગયો ?
A. સિંહને
B. સિંહણને
C. માત્રાવાલાને
D. દરબારને
જ. B

13. અંજન સુરત ક્યારે જશે? - આ વાક્યમાં વપરાયેલું વિરામચિહ્ન જણાવો।
A. !
B. ?
C. ,
D. ;
જ. B

14. "બેલાડ" શબ્દનો અર્થ જણાવો ?
A. બળદ
B. લાકડું
C. જોડું
D. બિલાડી
જ. C

15. સિંહ કોનો  પરમ મિત્ર બની ગયો ?
A. સિંહણનો
B. દરબારનો
C. મગરનો
D. ચોરનો
જ. B

16. ઘાયલ સિંહે માત્રાવાળા પર હુમલો ન કર્યો, કારણ કે ...
A. તે થાકી ગયો હતો
B. તેને દરબારની સેવા ચાકરી ગમી હતી
C. તે દરબારને ઓળખતો હતો
D. તે સિંહણના મોતથી ઘણો દુઃખી હતો
જ. B

17. નીચે આપેલા શબ્દોમાંથી ક્યાં શબ્દની જોડણી સાચી નથી ?
A. જીવનદાતા
B. બહાદુર
C. જીન્દગી
D. સ્મશાન યાત્રા
જ. C

18. કોની દોસ્તી કાયમ માટે ટકી રહી ?
A. દરબાર માત્રાવાળા અને સિંહની
B. દરબાર માત્રાવાળા અને મગરની
C. માત્રાવાળા અને સિંહણની
D. માત્રાવાળા અને ચોરની
જ. A

19. સિંહની દોસ્તી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ?
A. લોકકથા
B. આત્મકથા
C. હાસ્યકથા
D. બોધકથા
જ. A

20. આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું - આ વાક્યમાં વપરાયેલું વિરામચિહ્ન જણાવો ?
A. ?
B. .
C. ;
D. !
જ. D

21. એક રાત્રે સિંહે કોને ભગાડી મુક્યા ?
A. દરબારને
B. કૂતરાને
C. ચોરોને
D. ગામલોકોને
જ. C

22. સિંહે કોની સાથે યુદ્ધ કરીને સિંહણના મોતનો બદલો લીધો ?
A. મગર સાથે
B. માત્રાવાળા સાથે
C. ચોર સાથે
D. દરબાર સાથે
જ. A

23."વેકૂર" શબ્દનો અર્થ શો થાય છે ?
A. કિનારો
B. રેતી
C. કાંકરા
D. ઘાટ
જ. B

24. ઊંડા પાણીવાળી જગ્યા - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
A. ગુણો
B. ઘુણો
C. ધૂનો
D. ગુનો
જ. C

25. વાંસ જેટલા ઊંડા પાણી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A.ઘાંસઝાડ પાણી
B. ઘાંસજાળ પાણી
C. વાંસ જાળ પાણી
D. વાંસ ઝાડ પાણી
જ. C

26. સંચળ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો।
A. સંચાળ
B. અવાજ
C. પગરવ
D. આપેલ તમામ
જ. D

27. દરબારની સ્મશાન યાત્રામાં કોણ જોડાયું હતું ?
A. મગર
B. ચોર
C. સિંહણ
D. સિંહ
જ. D

28. "જીવ સટોસટનો જંગ ખેલવો" - રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે ?
A. જીવનના હક માટે લડવું
B. જીવ લેવા માટે યુદ્ધ કરવું
C. જીવન મારણની લડાઈ કરવી
D. જીવ તરત જ નીકળી જવો
જ. C

29. નીચે આપેલા શબ્દોમાંથી ક્યાં શબ્દની જોડણી સાચી છે ?
A. અગનીદાહ
B. શૂરવીર
C. ઢોલીયો
D. સીકાર
જ. B

30.  ઉદ્ગારચિહ્ન બીજા ક્યા નામથી પણ ઓળખાય છે ?
A. લોપચિહ્ન
B. અવતારણચિહ્ન
C. વિસર્ગચિહ્ન
D. આશ્ચર્યચિહ્ન
જ. D

No comments:

Post a Comment