Pages

Thursday, 19 January 2017

કરકસર - રવિ દવે 'પ્રત્યક્ષ'

મોંઘી છે અશ્રુધાર,જરા કરકસર કરો;
જ્યારે કરો પ્રચાર, જરા કરકસર કરો.

જીવન તો પહેલેથી જ ગરલ થઈ ગયું અહીં;
ઓ મજને દંશનાર !! જરા કરકસર કરો.

સુખના દિવસ લૂંટાવી દીધા હોત જેમ તેમ;
એણે કહ્યું ધરાર, "જરા કરકસર કરો."

હમણા જ આગમાંથી હું ચાલીને આવું છું;
કંટક બિછાવનાર !! જરા કરકસર કરો.

'પ્રત્યક્ષ' નામ વિણ બધે ફરતી રહે ગઝલ;
રાખો ન દિલ ઉદાર, જરા કરકસર કરો.
- રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment