દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક પ્રથમ દશ ન્યુઝીલેન્ડ ડેનમાર્ક ફિનલેન્ડ, સ્વીડન સિંગાપોર નોર્વે નેધરલેન્ડ સ્વિટઝરલેન્ડ ઓર્સ્ટેલિયા કેનેડા છે. ભારત 95 મા નંબરે છે.
આ દશે દેશોમા ક્યાંય રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી, રથયાત્રા નીકળતી નથી, ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસ નીકળતા નથી. હનુમાન મંદિર નથી કે કોઈ હનુમાન ચાલીસા વાંચતા નથી. ચોકે ચોકે મંદિરો કે ધર્મ સ્થાનો નથી. કોઈ ભીખ માગતુ જોવા મળતુ નથી. ત્યાં બાવા સાધુ સંતો મુનિઓ પંડિત પુરોહિત છે જ નહી.
જ્યારે ભારતમાં અગણિત દેવી દેવતા ચોકે ચોકે મંદિર. અસંખ્ય બાવા સાધુ સંતો મુનિઓ પંડિત પુરોહિત ફરતા જોવા મળે છે. લોકો લસણ ડુંગળી કંદમૂળ ન ખાય. પણ લાંચ જરૂર ખાય. બધા જ ધર્મ ગુરુઓ લસણ ડુંગળી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા લેવરાવે. પણ લાંચ ન ખાવાની પ્રતિજ્ઞા કેમ લેવરાવતા નથી? લાંચ ન ખાવાનો ગુરુમંત્ર કેમ આપતા નથી? શું તેઓ દેશને સુધારવા ઇચ્છતા નથી? શું તેઓમાં દેશ પ્રત્યે પ્રેમ છે જ નહી? બધા જ ધર્મ ગુરુઓ જાણે છે કે જો લોકો લાંચ લેતા બંધ થઈ જાય તો દેશ સુખી સમૃદ્ધ થઈ જાય. લોકો સુખી થઇ જાય. પછી ધર્મ ગુરુઓનો કોઇ ભાવ પૂછશે નહિ. ધર્મ ગુરુઓનો વેપાર લોકોના દુઃખો પર જ ચાલે છે. માટે જેમ ચાલે છે એમ ચાલવા દો.
No comments:
Post a Comment