Pages

Tuesday, 26 January 2016

એક નવી શરૂઆત

નમસ્કાર મિત્રો,
                     મારું નામ છે, વાળા પ્રતિક. અને હું શ્રી વિંઝીવડ પ્રાથમિક શાળામાં ઉચ્ચ વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, અમારી શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓ વિષે આપ સર્વેને અવગત કરવા અને ડિજીટલ દુનિયામાં અમારી શાળાનું પણ નામ હંમેશ માટે રહે અને ઈશ્વરનો ડર રાખીને અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં તમારી સરાહના મેળવવા માટે આ બ્લોગની શરૂઆત આજે 26 જાન્યુઆરી, 2016 ના રોજ આપણા પ્રજાસત્તાક દિવસે કરવામાં આવે છે. જે બ્લોગની પ્રથમ પોસ્ટ આપ વાંચી રહ્યા છો.
                    આ બ્લોગ પર તમને વિદ્યાર્થીઓ દ્વારા અને મારા દ્વારા પસંદ કરાયેલ વાર્તાઓ વાંચવા મળશે. જેનો હેતુ કોઈના કોપીરાઈટનો ભંગ કરવાનો નથી પરંતુ બાળકોમાં રહેલી વાંચન અને વિચાર શક્તિનો વિકાસ કરવાનો છે. આપનો સાથ અને સરાહના મળતો રહેશે તેવી આશા રાખું છું.
                  જય હિંદ, જય ભારત.

No comments:

Post a Comment